અમરેલીના બગસરામાં 30 દિવસીય મહાપુજા

Featured Video Play Icon
Spread the love

અમરેલીના બગસરામાં 30 દિવસીય મહાપુજા
બગસરા ખાતે પ્રથમ વખત સ્વયંભૂ બગેશ્વર મહાદેવ મંદિરમાં 30 દિવસીય મહાપૂજા કરાઈ
હજારો ભક્તોએ મહાપૂજાનો લાભ લીધો

બગસરા શહેરમાં બગેશ્વર મહાદેવ મંદિર ખાતે 30 દિવશીય મહાપુજા અનેરો ઉત્સાહમા હજારો ભાવિ ભક્તિએ લાભ લીધો 7 તિર્થો તેમજ કૈંલાશ માનસરોવરના પાણી અભિષેક કરી બગેશ્વર મહાદેવની ભવ્ય પૂજા અર્ચના ભૂદેવો દ્વારા કરવામાં આવેલ..

અમરેલીના બગસરા શહેરમાં મધ્ય ભાગમાં આવેલ આશરે 750 વર્ષ જૂનું અતિ પૌરાણિક બગેશ્વર મહાદેવ મંદિરે સનાતન ગ્રુપ દ્વારા શિવજીનો 30 દિવસનો મહાયજ્ઞ તેમજ મહાપુજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે બગસરા શહેર આસપાસના ગામોમાં માંથી બહોળી સંખ્યામાં ભાવી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો આ યજ્ઞમાં મહાદેવને 7 નદીઓના તીર્થ જળ થી અભિષેક કરવામાં આવે છે તેમજ કૈંલાશ માનસરોવરના જળ થી પાંવ અભિષેક કરવામાં આવે છે. તેમજ બગેશ્વર મહાદેવ ને રોજ અલગ અલગ મન મોહક શણગાર કરવામાં પણ આવે છે. અને આ શણગારના દર્શન કાજે રોજ હજારો લોકોની ભીડ ઉમટી પડે છે. જયારે શહેરમાં પ્રથમ વખત આ સ્વયંભુ મહાદેવના મંદિરે આવો યજ્ઞ પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે. આ યજ્ઞ ખાસ કરીને ઋષિ મુનિઓ પહેલા જે રીતે થતો હોય તે રીતે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને આ પૂજામાં બેસનાર રોજ અલગ અલગ લોકો તૃપ્તિ મેળવે છે. જયારે આ મહાપુજા તેમજ મહાયજ્ઞની અમાસના દિવસે પુર્ણાહુતી કરવામાં આવેલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *