સુરત : ભેસ્તાન ગાર્ડન હાલ ખંડેર હાલમાં
ભેસ્તાન ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું
અધિકારીઓ સામે લોકોએ આક્ષેપો કર્યા
સુરત મહાનગર પાલિકાના ભેસ્તાન ખાતે આવેલો ગાર્ડન હાલ ખંડેર બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. તો સાથે ગાર્ડનમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાની ચર્ચા દેખાઈ છે.
સુરત મહાનગર પાલિકા ના ઉધના ઝોનમાં આવેલો ભેસ્તાન ગાર્ડન હાલ ખંડેર બની ગયુ છે. ભેસ્તાન ગાર્ડન તંત્રની ઘોર બેદરકારીના કારણે અસામાજિક તત્વોનો અડ્ડો હોય તેમ લાગી રહ્યુ છે. જે જગ્યાએ જનતા આરામ કરે અને મનોરંજન કરે તેવી હતી ત્યાં ગુનેગારોનો અડ્ડો દેખાય છે. જનતાના ટેક્ષના પૈસા પાણીમાં ડુબાડી અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ત્યારે બાગ ખાતાના અધિકારીઓ ખંડેર બની રહેલા ભેસ્તાન ગાર્ડનની ક્યારે મુલાકાત લેશે તેવા સવાલો સ્થાનિકે કર્યા હતાં
