સુરત : સુડા સંસ્કૃતિ રેસિડેન્સી સામે ગેરકાયદેસર દબાણ વિરૂદ્ધ રહીશોની મનપાને રજૂઆત

Featured Video Play Icon
Spread the love

સુરત : સુડા સંસ્કૃતિ રેસિડેન્સી સામે ગેરકાયદેસર દબાણ વિરૂદ્ધ રહીશોની મનપાને રજૂઆત
દબાણ દુર કરવાની માંગ સાથે મનપા કમિશનરને રજૂઆત

સુડા સંસ્કૃતિ રેસીડેન્સીના ની અંદર બિલ્ડીગની નીચે રાખવામા આવેલી લારી તથા બહાર ગેટ પર કાયમી ધોરણે દબાણ દુર કરવાની માંગ સાથે મનપા કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

જહાંગીરપુરા વાંકલ ખાતે આવેલ સુડા સંસ્કૃતિ રેસીડેન્સીના રહીશોએ સુરત મહાનગર પાલિકાની કચેરીએ પહોંચી આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે અમે બધા રહેવાસીઓ તથા આમારા સોસાયટીના કેમ્પસમાં રહેતા કેટલાક લાભાર્થી કેમ્પસમાં અને સોસાયટીની બહાર લારી-ગલ્લા પણ ચલાવે છે. જે મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન તથા સુરત મહાનગર પાલીકાની રાંદેર ઝોનની દબાણ કચેરીમાં અરજી કરી હતી. તે દિવસથી આજદીન સુધી સોસાયટીના કેમ્પસમાં તમામ બિલ્ડીગની નીચે તથા ગેટની બહારના લારી ગલ્લાની વિરૂદ્ધ કોઈપણ કાર્યવાહી કરાઈ નથી. જેથી એવું લાગે છે સોસાયટીના ગેટની બહાર ગેરકાયદેસર લાયસન્સ વગર ચાલતા લારી-ગલ્લાના લોકોએ સુરત મહાનગર પાલીકાના અધિકારીઓને ખીચામાં રાખ્યા છે. જેથી સોસાયટીમાં રહેતા તમામ લોકોએ ફોન કરતા અધિકારીએ ફોન બંધ કરી દીધો છે. સુરત મહાનગર પાલિકાના અધિકારી પણ હવે લારી-ગલ્લા વાળાઓ પાસેથી હપ્તા લેતા હોય તેવું લાગે છે તેવા આક્ષેપો કર્યા હતાં. અને તેથી આવા અધિકારી વિરૂધ્ધ કડકમાં કડક તપાસ કરાઈ તેવી માંગ કરી હતી. તો વધુમાં આવેદન પત્રમાં જણાવાયુ હતું કે અમારા સોસાયટીના પ્રમુખો તથા સોસાયટીના રહીશો જો બોલવા જાય તો લાર-ગલ્લા વાળા લોકો અમારા પર ઉશ્કેરાઈ છે અને ગંદી-ગંદી ગાળો આપે છે. જેથી સોસાયટીની બહાર જે રોડ છે જેનો અધિકાર સુરત મહાનગર પાલિકનો છે. ત્યાં કેટલાકે તો કોઈપણ પ્રકારનું લાઈસન્સ ન લઈ ખોટી રીતે ઈકો ગાડીમાં, તાંબુ, મંડપ નાંખ્યા છે. જેથી સુરત મહાનગર પાલિકના અધિકારીઓ દ્વારા સોસાયટી બહાર કાયમી ધોરણે ઉભા થયેલા દબાણને દુર કરવામાં આવે તેવી અપિલ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *