બનાસકાંઠામાં કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોને રડવાનો વાતો

Featured Video Play Icon
Spread the love

બનાસકાંઠામાં કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોને રડવાનો વાતો
અમીરગઢના ખેડૂતે 18 વીઘા જમીનમાં વાવેલી સક્કરટેટીના પાકને નુકસાન
આશરે 8 થી 10 લાખ રૂપિયાની ખોટ જાય તેમ છે

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામમાં મધરાત્રે કરા સાથે પડેલા વરસાદે સક્કરટેટીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું હોઈ સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે તેમણે 18 વીઘામાં સક્કરટેટીનું વાવેતર કર્યું હતું. આ પાકમાં પહેલેથી જ ઠંડીના કારણે માત્ર 25 ટકા જેટલો જ માલ લાગ્યો હતો. હવે કમોસમી વરસાદના કારણે બચેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે. વરસાદના કારણે સક્કરટેટી કોહવાઈ જવાનું જોખમ ઊભું થયું છે.

ખેડૂતના જણાવ્યા મુજબ આ નુકસાનથી તેમને આશરે 8 થી 10 લાખ રૂપિયાની ખોટ જાય તેમ છે. ખેતીમાં કરેલો ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ નથી. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગણી કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *