મોડાસામાં બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

મોડાસામાં બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
આરોપીઓએ ગુજરાત સરકાર લખેલી બોલેરોનો ઉપયોગ કર્યો હતો

મોડાસા શહેરના સર્વોદયનગર વિસ્તારમાંથી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ગુજરાત સરકાર લખેલી બોલેરો ગાડીમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે વિદેશી દારુની બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી છે.

દારુની હેરાફેરી કરવા આરોપીએ બોલેરો કાર પર Government of Gujarat લખાણનો ઉપયોગ કર્યો હતો જેમાં ૪૦૩ જેટલી વિદેશી દારુની બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી ગુનો રજીસ્ટર કરી પોલીસે વધુ તપાસ માટે આરોપીઓને જિલ્લા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.ગાડીનો ઉપયોગ સરકારી કોન્ટ્રાક્ટમાં કે સરકારી કર્મચારી કરતા હોવા અંગે તપાસ કરતા,બોલેરો ગાડી 5 માસ પૂર્વ જિલ્લા પંચાયત વિભાગની કચેરીમાં કાર્યરત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.અગાઉ પણ Government of Gujarat ના લખાણ વાળી ગાડીમાંથી મોડાસા ટાઉન પોલીસે ગૌમાંસની હેરાફેરી ઝડપી પાડી હતી.Government of Gujarat ના લખાણના વાહનોમાં હવે ગુનાઈત પ્રવૃત્તિ ને નાબૂદ કરવા અરવલ્લી પોલીસ વડા શેફાલી બારવાલનાઓએ પોલીસને આવા વાહનોનું ચેકપોસ્ટ સહિત ટ્રાફિક પોલીસ દ્વારા અસરકાર ચેકીંગ કરવા આદેશ કરવામાં આવ્યા હોવાનું આસિસ્ટન પોલીસ અધિક્ષક સંજય કુમાર કેસવાલાએ જણાવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *