ભાવનગર આરટીઓ કચેરી બહાર ટ્રાફિક અવ્યવસ્થા

Featured Video Play Icon
Spread the love

ભાવનગર આરટીઓ કચેરી બહાર ટ્રાફિક અવ્યવસ્થા
જાગૃતિ અભિયાન વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલ

ભાવનગર શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે જોકે ભાવનગર આરટીઓ કચેરીની બહાર જ ટ્રાફિક વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.

આરટીઓ કચેરીની આગળ ઓવરબ્રિજ નીચે વાહન ક્રોસિંગ માટે રાખવામાં આવેલી જગ્યાનો કાયમી પાર્કિંગ તરીકે ઉપયોગ થતો હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, સરિતા નાકા અને દેસાઈનગર વિસ્તારમાં પણ ઓવરબ્રિજ નીચે નાના-મોટા વાહનોનું બેફામ પાર્કિંગ જોવા મળે છે. એક તરફ તંત્ર સામાન્ય લોકોના દબાણો અને ગેરકાયદે પાર્કિંગ સામે કાર્યવાહી કરે છે તો બીજી તરફ આરટીઓ કચેરીની બહાર જ મોટી સંખ્યામાં વાહનો નડતરરૂપ રીતે પાર્ક થતાં હોવા છતાં કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ ઉઠી રહ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં રસ્તાની પટ્ટી બહાર પાર્ક કરાયેલા વાહનો સામે લોક મારવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આરટીઓ કચેરી બહારની આ સ્થિતિ તંત્રના ધ્યાનમાં કેમ નથી આવતી? શું નિયમો અમલમાં મૂકવામાં પણ ભેદભાવ છે? હવે આ અહેવાલ બાદ તંત્ર આ નડતરરૂપ પાર્કિંગ સામે કાર્યવાહી કરે છે કે પછી સમસ્યા યથાવત રહે છે કે નહીં તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *