સુરતના મીઠી ખાડીના ડમ્પિંગ સ્ટેશનમાં અચાનક આગ
આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ
સ્થાનિકોની જાણ બાદ ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી
પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો
સુરતના મીઠી ખાડી વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સ્ટેશનમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો સ્થાનિકોએ ફાયરને જાણ કરતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો.
સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે લિંબાયત મીઠીખાડી ખાતે આવેલ ડમ્પિંગ સ્ટેશનમાં આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ડમ્પિંગ સ્ટેશનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે, ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત કામગીરી હાથ ધરાઈ છે.
