અમરોલી કોસાડ ગાર્ડન પાસે રખડતા ઢોર પકડવા ગયેલી એસએમસી ટીમ સાથે ઘર્ષણ

Featured Video Play Icon
Spread the love

અમરોલી કોસાડ ગાર્ડન પાસે રખડતા ઢોર પકડવા ગયેલી એસએમસી ટીમ સાથે ઘર્ષણ
તીક્ષ્ણ હથિયારથી હુમલાના પ્રયાસનો આક્ષેપ, ઘટનાથી ચકચાર
રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન એસએમસી ટીમ સાથે ઘર્ષણ

સુરતના અમરોલીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન એસએમસીની ટીમ સાથે ઘર્ષણની ઘટના બની હતી. અમરોલી કોસાડ ગાર્ડન પાસે થયેલી ઘટનામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલાના પ્રયાસનો પણ કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો.

સુરતમાં ઢોર પાર્ટી સાથે વારંવાર ઢોર માલિકોના ઘર્ષણની ઘટનાઓ સામે આવે છે ત્યારે અમરોલીના કોસાડ ગાર્ડન પાસે રખડતા ઢોર સામે એસએમએસીની માર્કેટ વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રિના અંધકારમાં રખડતા ઢોરને કારણે અકસ્માતનો ભય રહેતો હોવાના પગલે ટીમ ઢોર પકડવા પહોંચી હતી. જોકે ઢોર પકડવાની જાણ થતાં કેટલાક પશુપાલકો સ્થળ પર પહોંચ્યા હતા અને એસએમસીની ટીમ સાથે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન તીક્ષ્ણ હથિયાર વડે હુમલાના પ્રયાસનો પણ આક્ષેપ કરાયો હતો સાથે જ પકડાયેલા ઢોરને છોડાવી લઈ જવામાં આવ્યા હતાં. રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ટીમ સાથે વારંવાર ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સમગ્ર મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *