ભેસ્તાનમાં XUV કારમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો,
1824 નંગ દારૂ-બિયરના ટીન સાથે આરોપી ઝડપાયો
સુરતના ભેસ્તાનમાંથી ભેસ્તાન પોલીસે એક્સયુવી કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળી 1824 નંગ ઝડપી આરોપીની ધરપકડ કરી હતી.
સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા પોલીસ ટીમ મેદાને છે. ત્યારે ભેસ્તાન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા મેદાને હતો ત્યારે મળેલી બાતમી આધારે ભેસ્તાન સોમેશ્વર સોસાયટીમાં ગણેશ પંડાલ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં દરોડા પાડતા ત્યાંથી બુટલેગર સુફિયાન હકીમુદ્દીન ફારૂકીને ઝડપી પાડી એક્સયુવી કારની ઝડતી લેતા કારમાંથી 1824 નંગ દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો અને કાર સહિત 11 લાખ 31 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
