મસમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, મહિલાને દેહવ્યાપારમાંથી મુક્ત કરાઈ
રાજહંસ બેલીઝામાં દેહવ્યાપારનો પર્દાફાશ, બે આરોપી વોન્ટેડ
સુરતના ડુમસમાં દેહવ્યાપારનો પર્દાફાશ, મહિલા મુક્ત
સુરતમાં ક્રાઈમ બ્રાન્ચની એએચટીયુ ટીમે ડુમસ પોલીસની હદમાં રાજહંસ બેલીઝાના 10મા માળે આવેલા ફ્લેટમાં દરોડા પાડી એક મહિલાને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
સુરત ક્રાઈમ બ્રાન્ચની એએચટીયુ એટલે કે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને ડુમસ પોલીસની હદમાં રાજહંસ બેલીઝાના 10મા માળે આવેલા ફ્લેટ નંબર 1004માં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી હતી. જેમાં રાજસ્થાનથી એક મહિલાને સુરત બોલાવી ગ્રાહકો પાસેથી 8થી 10 હજાર રૂપિયા વસૂલી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. જેથી મળેલી બાતમીના આધારે એએચટીયુ ટીમે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસને 1 લાખ 18 હજાર રૂપિયાની રોકડ સહિત અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે મહિલાને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે કૃષ્ણા ઉર્ફે બ્રીજેશ યાદવ અને ચંપકને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
