સુરતમાં અમીદિપ હોન્ડા શો રૂમના ગોડાઉનમાંથી ટુ વ્હીલર સગેવગે
મેનેજરે માલિકની જાણ બહાર 10 જેટલા ટુ વ્હીલર કાઢી સગેવગે કર્યા
સરથાણા પોલીસે ઠગ મેનેજરની ધરપકડ કરી
અમીદિપ હોન્ડા શો રૂમના ગોડાઉનમાંથી મેનેજરે માલિકની જાણ બહાર 10 જેટલા ટુ વ્હીલર કાઢી સગેવગે કર્યા હોવાની ઘટના પોલીસ મથકે નોંધાતા સરથાણા પોલીસે ઠગ મેનેજરની ધરપકડ કરી હતી.
સુરતમાં રોજેરોજ ઠગાઈના અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ટુ વ્હીલર ગાડીના ગોડાઉનમાંથી 10 વાહનો સગેવગે કરવાની નોંધાયેલી ફરિયાદમાં સરથાણા પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. વાત એમ છે કે સરથાણા વિસ્તારમાં આવેલ અમીદિપ હોન્ડા શો રૂમના ગોડાઉનમાંથી માલિકની જાણ બહાર 10 જેટલા ટુ વ્હીલર બહાર કાઢી સગેવગે કર્યા હોય જે અંગે ફરિયાદ નોંધાતા જ સરથાણા પોલીસની ટીમે તપાસ હાથ ધરી ઠગ મેનેજર દિપુલ ઉર્ફે સિંઘમ ધીરૂ માણીયાને ઝડપી પાડી તેની પાસેથી 10 જેટલા વાહનો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
