દાહોદમાં ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

Featured Video Play Icon
Spread the love

દાહોદમાં ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
ગર્વભેર તિરંગાને લહેરાવીને સલામી આપી
સ્વાતંત્ર્ય પર્વે યોજાયેલા કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું

દાહોદમાં ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી. દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ત્રિવેણી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉમટેલી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ગર્વભેર તિરંગાને ફરકાવીને સલામી આપી હતી.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ત્રિવેદી ગ્રાઉન્ડ પર આજરોજ ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી, આ પ્રસંગે આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્યવીરોને યાદ કરતા શ્રેયસશેઠ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આન, બાન અને શાનને સમસ્ત વિશ્વમાં ઉજાગર કરીને વિકસીત હિન્દુસ્તાનની એક અલગ ઓળખ ઊભી કરી છે. તેમની દીર્ઘદ્રષ્ટિથી આજે ગ્રામજનો હોય કે શહેરીજનો, ગરીબો, આદિવાસીઓ, વંચિતો, ખેડૂતો, મહિલા અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે. તેમજ સંબોધનમાં શિક્ષણ જગત માટે શિક્ષકોનો ફાળો ખૂબ જ મહત્વનો હોય છે અને ચાણક્ય ની વાતો કરતા તેમના લક્ષ્યો વિશે માહિતી આપી હતી,

મુખ્ય મહેમાન શ્રેયસ શેઠે પ્રતિજ્ઞા વાંચન કરી બાળકોને પ્રતિજ્ઞા અપાવી હતી અને પરેડ નિરીક્ષણ કર્યું હતું, ૮૦ માં સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા નીતીક્ષા પટેલે કર્યું હતું, આ પ્રસંગે શ્રીમતી અજિલી પરિખ, ચંદ્રેશભાઇ બુટા, સોધન ભાઈ શાહ, મનીષભાઈ શાહ, રાજેશભાઈ બંસલ, તેમજ નામી અનામી સહિતના હોદ્દેદારો અને અધિકારીશ્રીઓ, તેમજ અગ્રણી શ્રી સુરેશભાઈ શેઠ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં…સુરેશ કાપડિયા કેમેરા મેન -ક્ષિતિજ કાપડિયા દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *