સુરત બીઆરટીએસ બસોની જાળવણી સામે સવાલ, છતનો પેનલ તૂટ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત બીઆરટીએસ બસોની જાળવણી સામે સવાલ, છતનો પેનલ તૂટ્યો
ચાલુ બીઆરટીએસ બસમાં છતનો પેનલ લટક્યો,
બીઆરટીએસ બસની કથળેલી હાલતનો વીડિયો વાયરલ,

સુરત બીઆરટીએસની કામગીરી અને જાળવણી સામે ગંભીર સવાલો ઉભા થયા હોય તેમ ચાલુ બીઆરટીએસ બસમાં અંદરની છતનો પેનલ તૂટીને જોખમી રીતે નીચે લટકતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

સુરતની બીઆરટીએસ બસોમાં મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે જેમાં એક વાયરલ થયેલા વીડિયોમાં ચાલુ બસની અંદરની છતનો પેનલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે અને તેનો ભાગ જોખમી રીતે નીચે લટકતો નજરે પડે છે. વરસાદી પાણી અને બસની કથળેલી સ્થિતિ વચ્ચે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીઆરટીએસ બસોની યોગ્ય જાળવણી કરવામાં આવે છે કે નહીં? મુસાફરોની સુરક્ષા માટે તંત્ર કેટલું ગંભીર છે?તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે. સુવિધાઓના નામે મુસાફરો પાસેથી ભાડું વસૂલવામાં આવે છે, પરંતુ જો ચાલુ બસમાં આવી સ્થિતિ સર્જાય તો જવાબદારી કોની? વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર પણ મહાનગરપાલિકા તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *