સુરત માટે ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ

Featured Video Play Icon
Spread the love

સુરત માટે ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ
ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે તાપી નદીમાં નવા નીર
તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું

સુરત માટે ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે તાપી નદીમાં નવા નીરની આવક વધી રહી છે. કોઝવેની સપાટી ભયજનક સપાટી પાર કરી ગઈ છે, જેના કારણે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે.

તાપી નદીના ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદની સીધી અસર હવે સુરત પર જોવા મળી રહી છે. આજે સવારે 6 વાગ્યા સુધી કોઝવેની સપાટી 6.62 મીટર નોંધાઈ છે, જ્યારે ભયજનક સપાટી 6 મીટર માનવામાં આવે છે. હાલમાં કોઝવેમાંથી અંદાજે 44 હજાર ક્યુસેક પાણીનો આઉટફ્લો થઈ રહ્યો છે, જેના કારણે સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તાપી નદીમાં સતત નવા નીરની આવક થતાં નીચાણવાળા વિસ્તારો પર તંત્રની ખાસ નજર છે. સુરત શહેર અને જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને એલર્ટ રાખવામાં આવ્યા છે. નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *