સુરતના અડાજણ-ગોરાટ હનુમાન ચોકમાં અશાંત ધારા

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણ-ગોરાટ હનુમાન ચોકમાં અશાંત ધારા
અશાંત ધારાની મુદત લંબાવવાની માંગ ઉઠી
કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી

સુરતના અડાજણ-ગોરાટ વિસ્તારના હનુમાન ચોકમાં અશાંત ધારાની મુદત લંબાવવાની માંગ ઉઠી હોય કોર્પોરેટરે સ્થાનિકોની રજૂઆતો સાંભળી કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી.

સુરતના અડાજણ-ગોરાટના હનુમાન ચોક વિસ્તારમાં લાગુ અશાંત ધારાની મુદત પૂર્ણ થવાની નજીક હોવાથી સ્થાનિકોમાં મિલકતના વેચાણ અને ખરીદી અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આ મુદ્દે કોર્પોરેટરે સ્થાનિકો સાથે બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપી અશાંત ધારાની મુદત લંબાવવાની માંગ કરવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં ધાર્મિક અને સામાજિક સંતુલન જળવાઈ રહે તે માટે આ કાયદાની મુદત વધારવી જરૂરી છે. જો મુદત લંબાવવામાં નહીં આવે તો દબાણપૂર્વકની મિલકત લેવડદેવડ અને અન્ય વિવાદો સર્જાવાનું જોખમ હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. કોર્પોરેટર હર્ષ મહેતાએ આશા વ્યક્ત કરી કે સરકાર સ્થાનિકોની લાગણી અને હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *