ભાવનગર સદ્વિચાર સેવા સમિતિ દ્રારા અનાજકીટનું વિતરણ
બપોરના અને સાંજના ૪૦૦ ટીફીન આપવામાં આવે છે.
ભાવનગર સદ્વિચાર સેવા સમિતિ સંસ્થા છેલ્લા ૪૩ કરતા વધુ વર્ષથી સર.ટી. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કાર્યરત છે. હોસ્પિટલમાં દાખલ થયેલ સર્વે જ્ઞાતિના દર્દીઓ અને તેમના સંબંધીઓને નીચે મુજબની સેવા વિનામૂલ્યે આપવામાં આવે છે. દર્દીને સવારે ફળ, તેમના સંબંધીને નાસ્તો, બપોરના અને સાંજના ૪૦૦ ટીફીન આપવામાં આવે છે.
ભાવનગર સદ્વિચાર સેવા સમિતિ સંસ્થા અપાતી અનાજકિટ અંદાજીત રકમ ૧૦૦૦ થાય છે. દાખલ થયેલ દર્દીઓને ડોકટરની ભલામણ મુજબ દવાખાનામાં ઉપલબ્ધ ન હોય તે દવા આપવામાં આવે છે. સર.ટી. હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને સર.ટી. હોસ્પિટલમાં રીપોર્ટ થઇ શકે તેમ ન હોય ત્યારે જરૂરતમંદ દર્દીઓને C.T. Scan MRI સોનોગ્રાફી અને લોહીના રીપોર્ટ ખાનગી લેબોરેટરીમાં વિનામૂલ્યે કરાવી આપવામાં આવે છે. દર માસે ડાયાલીસીસ, કેન્સર અને થેલેસીમીયાના દર્દીઓને તથા નિરાધાર, વિધવા બહેનોને વિનામૂલ્યે અનાજકીટ નું વિતરણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા જરૂરતમંદોને મેડીકલ સાધનો પલંગ, એરબેડ ઓકસીજન સીલીન્ડર વોકર વગેરે સાધનો, ડીપોઝીટ લઇને વગર ભાડે વપરાશ માટે આપવામાં આવે છે.
સ્નેહીજનની પૂણ્યતિથી, શ્રધ્ધાંજલી, જન્મદિવસ કે કોઇપણ યાદગાર દિવસ માટે સંસ્થાની વિનામૂલ્યે દવા, ટીફીન, અનાજકીટ વિતરણ વગેરે સેવા માટે આપનો સહયોગ આપવા નમ્ર વિનંતી કરવામાં આવે છે તેમજ ભાવનગર સદ્વિચાર સેવા સમિતિના નામનો ચેક બેંક ઓફ મહારાષ્ટ્રનો આપવો. આ સંસ્થાને આપવામા આવતુ દાન ઈન્કમ ટેક્ષ એકટની કલમ 80G હેઠળ કર રાહત મેળવવાપાત્ર થાય છે.
