સુરતની સારોલી પોલીસે નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની સારોલી પોલીસે નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપ્યા
આયુષ રામેશ્વરપ્રસાદ ગુપ્તાની પોલીસે ધરપકડ કરી
બિહારના મુઝફ્ફરપુર ખાતેથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા

સુરતની સારોલી પોલીસે પોણા બે વર્ષથી સીઆરપીસી કલમ 70 મુજબના નાસતા ફરતા ત્રણ આરોપીઓને બિહારના મુઝફ્ફરપુર ખાતેથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ યુબી મેંગપરા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો પ્રતાપસિંહ, પ્રકાશભાઈ, વુઅહેકો કામીનીબેન અને અપોકો વૈભવભાઈને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકમાં પોણા બે વર્ષથી સીઆરપીસી કલમ 70 મુજબના નાસતા ફરતા ત્રણ આરોપીઓ જેમાં સુનીલકુમાર ખેતાન, આકાશકુમાર ખેતાન અને રણજીતકુમાર ગુપ્તાને બિહારના મુઝફ્ફરપુર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેઓને સળીયા પાછળ ધકેલી દીધા હતાં. તો આ ગુનામાં અગાઉ આયુષ રામેશ્વરપ્રસાદ ગુપ્તાની પોલીસે ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *