ભાવનગર પોલીસે ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ ઝડપી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર પોલીસે ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ ઝડપી
કુલ ૧૯,૪૨,૨૦૬ ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ-૧૭૫૧ તથા બિયર ટીન નંગ-૧૮૭૨ મળી ૧૪,૩૬,૨૦૬ સહિત કુલ ૧૯,૪૨,૨૦૬ ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષનાઓએ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતાં વિદેશી દારૂની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. તા.૧૮ જૂનના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે વિવેક ઉર્ફે દિપક ગુજરીયા તથા અર્જુન મથુરભાઇ સોલંકીનાઓ ભેગા મળી બહારથી પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આઇસર નં. GJ-14-AT-8384માં જરી)ની આડસમાં ભરી, હાલ સુરતથી મહુવા તરફ લઇને નિકળનાર છે. અને સદરહૂં દારૂનો જથ્થો વિકટર રહેતા ભાવેશભાઇ રણછોડભાઇ વાજા તથા મહુવા તાલુકાના ઢસીયા ગામના ભાવેશ કરશનભાઇ સોલંકીનાઓએ મંગાવેલ છે અને સદરહું આઇસરની આગળ થોડા અંતરે વિવેક ઉર્ફે આગળ પાછળ વિવેક ઉર્ફે દિપક ગુજરીયા તેની મોટર સાયકલ લઇને પાયોટીંગ કરી પોલીસની નજર રાખી નિકળેલ છે.’’ જેથી બોરડા ગામે જવાના પાટીયા પાસે રોડથી થોડા દુર રોડ પર વાહન બતાય તે રીતે વોચમાં રહેતા બાતમીવાળા વાહનમાંથી વેસ્ટના બાચકા ભરેલ નીચે મુજબનો ભારતીય બનાવટના વિદેશી દારુ બિયરના ટીન ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દિવ ઓન્લી લખેલ મળી આવેલ. જેથી તેઓ વિરૂધ્ધ ભાવનગર દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *