સુરતમાં ઉધના પોલીસ મથકમાં ઘરફોડ ચોરી
ઘરફોડ ચોરીના ગુનામાં 28 વર્ષથી નાસતા ફરતા આરોપી
આરોપીને રાજસ્થાન ખાતેથી એલસીબી ઝોન 1 ની ટીમે ઝડપી પાડ્યો
સુરતમાં ઉધના પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં 28 વર્ષથી નાસતા ફરતા સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટ વાળા આરોપીને રાજસ્થાન ખાતેથી એલસીબી ઝોન 1 ની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા ઓપરેશન ટ્રેપ મિશન અંતર્ગત આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર મીણાની સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર ઝોન 1ની એલસીબીની ટીમે બાતમીના આધારે ઉધના પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં 28 વર્ષથી નાસતા ફરતા સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ વાળા આરોપી બાબુલાલ ધર્માજી પ્રજાપતિને રાજસ્થાનથી ડપી પાડી સુરત લાવી તેનો કબ્જો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
