માંડવીના અંધાત્રીમાં બાલકૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ
વનસ્ટેપ ફોર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉદ્ઘાટન કરાયું
માંડવી તાલુકાના અંધાત્રી ખાતે આજ રોજ વનસ્ટેપ ફોર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાલકૃષ્ણ ગૌશાળા, માંડવી ના લોકાર્પણ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
નિરાધાર, અસહાય અને ઈજાગ્રસ્ત ગૌમાતાની સેવા માટે નિર્માણ પામી રહેલી આ ગૌશાળાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આશુભ પ્રસંગે માંડવી નગરના સેવાભાવી મિત્રો, વડીલો, આગેવાનો તથા નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવા અને સહયોગનો લાભ લીધો હતો.આ ગૌશાળા નું શુભ સ્થળ: રૂપણ – અંધાત્રી રોડ, વિદ્યાભારતી ગર્લ્સ હાઈસ્કૂલની પાછળ, માંડવી, તા. માંડવી, જી. સુરત. ખાતે ગૌશાળા બનાવવામાં આવેલ છે કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન અને લોકાર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ગૌસેવાના આ પવિત્ર કાર્યને બિરદાવી ગૌશાળાના નિર્માણ અને સંચાલનમાં સતત સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગૌસેવા પ્રત્યેની સમાજની લાગણી અને પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી. Onestep4Help Foundation દ્વારા ગૌમાતાના સંરક્ષણ, સારવાર અને આશ્રય માટે હાથ ધરવામાં આવેલા આ સેવાકાર્યને સમાજના વિવિધ વર્ગો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અંતમાં, કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ, સેવાભાવી મિત્રો તથા નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો વ્યક્ત કરવામાં આવ્યો હતો
