સુરત વરાછા પોલીસે ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
બીએનએસ 72 મુજબ 10 મહિનાથી મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી
સુરત વરાછા પોલીસે બીએનએસ 72 મુજબ 10 મહિનાથી મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ પીબી ગોલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો નીલેશભાઈ તથા અપોકો પૃથ્વીરાજસિંહ ને મળેલી બાતમીના આધારે ઓલપાડ ખાતેથી બીએનએસ 72 મુજબના ગુનાના 10 મહિનાથી વોન્ટેડ આરોપી સ્મિત રૂષિ નથવાણીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
