આણંદના સરસામાં ઇથેનોલ ફેક્ટરીની મંજૂરી મામલે ભારે વિવાદ

Featured Video Play Icon
Spread the love

આણંદના સરસામાં ઇથેનોલ ફેક્ટરીની મંજૂરી મામલે ભારે વિવાદ
ફેક્ટરીની મંજૂરી રદ કરવાની માંગ સાથે મળેલી ગ્રામસભા
સાંસદ મિતેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ વચ્ચે જામ્યો શાબ્દિક જંગ

આણંદ તાલુકાના સારસા ગામે ઈથેનોલ ફેક્ટરી નાંખવા મામલે ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. વિરોધ સાથેની એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવી છે. વધુમાં આ સંદર્ભે શુક્રવારે સવારે 11 વાગ્યે કૈવલવાડી સારસા ખાતે વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં તમામ લોકોને હાજર રહેવા અપીલ કરાઈ છે.

આણંદ નજીકના સારસા ખાતે ગામના સીટી સર્વેનં એનએ 1383/1 તથા બ્લોક સર્વે નં 1365-1369-1370/1 વાળી જમીન પર ઇથેનોલ ફેક્ટરી બનાવવાનું નક્કી કરાયું હતું. જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ગામના સરપંચ દ્વારા આ મામલે બીડું ઝડપી શુક્રવારે સવારે 11 વાગ્યે ગ્રામસભાનું આયોજન કર્યું છે. આ સાથે જ એક પત્રિકા પણ જારી કરાઈ છે. આ પત્રિકામાં તેમણે ફેક્ટરીને લઈને સમાજ, પર્યાવરણ પર શું અસરો થશે તે બતાવી ફેક્ટરી ગામમાં ન નાંખવામાં આવે તેવી અપીલ કરી વિરોધ જતાવ્યો છે. વાઈરલ થયેલી આ પત્રિકામાં ચામડી તથા આરોગ્ય સંબંધિત રોગ, ગર્ભવતી માતાને ખોડંખાપણવાળું બાળક જન્મવાની, જમીનની ફળદ્રુપતા ઘટવા સહિતનો મુદ્દા ઉઠાવ્યા છે.

નોંધનીય છે કે, ઈથેનોલ ફેક્ટરી કેન્દ્ર સરકારમાં નેતા રહી ચૂકેલા એક અગ્રણીનું હોવાનું મનાઈ રહ્યું છે. આ મામલે સ્થાનિકોમાં રોષ છે, પરંતુ હજુય આણંદ જિલ્લાનો એકેય નેતા આ પ્રશ્ને પ્રજાનો અવાજ બની સામે આવ્યો નથી. વોટ લેવા માટે ગામે-ગામે ઘરે-ઘરે જઈને લોકોના પ્રશ્નોની વાચા આપવાની બાંહેધરી આપનારા આ નેતાઓમાં હાલ ભેદી મૌન જોવા મળી રહ્યું છે. જેને પગલે ગ્રામજનોમાં પણ રોષ વ્યાપ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *