ભાવનગર મતવાચોક વિસ્તારમાં આધેડના ઘરમાં ઘૂંસી હુમલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર મતવાચોક વિસ્તારમાં આધેડના ઘરમાં ઘૂંસી હુમલો
ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મહિલા સહિત ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ

ભાવનગર શહેરના મતવાચોક વિસ્તારમાં કોઈ કારણસર એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ એક આધેડના ઘરમાં ઘૂંસી આધેડ પર ધોકા વડે હુમલો કરી તેના ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ જતા ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભાવનગર શહેરના મતવાચોક વિસ્તારમાં રહેતા મોહસીન મહેબૂબ ખાન પઠાણ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેના ઘર સામે રહેતા મોહસીન રફીક સૈયદ, રફીક છોટુ ભાઈ સૈયદ, તથા રફીક ની પત્ની ઝરીના વિરુદ્ધ જણાવ્યું હતું કે ફરિયાદી મોહસીન પરિવાર સાથે ઘરમાં ભોજન કરી રહ્યા હોય એ દરમિયાન મોહસીન રફીક સૈયદ નો પુત્ર આધેડના ઘરમાં આવ્યો હતો અને દરવાજાનો ઘા કર્યો હતો આ બાબતને લઈને બોલાચાલી,ગાળા ગાળી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં મહોસીન, તેના પિતા રફીક સૈયદ અને રફીક ની પત્ની ઝરીના ધોકો લઈને અધેડાના ઘરમાં પ્રવેશી આધેડ પર ધોકા વડે હુમલો કરી ઘરમાં રાખેલ ઘરવખરી ની તોડફોડ કરી આધેડ તથા તેના પુત્રને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવને લઈને આધેડ એ ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *