સુરતની લિંબાયત પોલીસે ચોર ટોળકીને ઝડપી

Featured Video Play Icon
Spread the love

સુરતની લિંબાયત પોલીસે ચોર ટોળકીને ઝડપી
લાખોની રોકડની ચીલઝડપ કરી ભાગી છુટેલી ટોળકી પકડાઈ
રોકડા રૂપિયા તથા અન્ય મત્તા મળી 5.55 લાખની મત્તા કબ્જે કરી

સુરતની લિંબાયત પોલીસે લાખોની રોકડની ચીલઝડપ કરી ભાગી છુટેલી ટોળકીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે થોડા દિવસો અગાઉ લિંબાયત વિસ્તારમાંથી 4.85 લાખની ચિલઝડપ કરી ભાગી છુટેલી ટોળકીના રીઢાઓ સાબીરબેગ મિર્ઝા, આજમ રશીદ કુરેશી, જમીલ સૈયદ, મુજમ્મીલ શેખ અને બે બાળ કિશોરોને ઝડપી પાડ્યા હતાં. તો પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા તથા અન્ય મત્તા મળી 5.55 લાખની મત્તા કબ્જે કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *