સુરત-તાપી જિલ્લાના પશુપાલકોમાં આંનદો

Featured Video Play Icon
Spread the love

સુરત-તાપી જિલ્લાના પશુપાલકોમાં આંનદો
સુમુલે કિલોફેટ દીઠ દૂધના ભાવમાં રૂપિયા 20નો કર્યો વધારો
હવે ભેંસના દૂધનો 870, તો ગાયના દૂધનો રૂ.830 ભાવ મળશે

સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરીએ પશુપાલકોને આર્થિક લાભ અપાવવા માટે દુધના ભાવમાં કિલોફેટે રૂ.20નો વધારો કર્યો છે. પશુપાલકોને ભેંસના દૂધના ભાવમાં કિલોફેટે 850 રૂપિયા મળતા હતા, જે વધીને 870 રૂપિયા થયા છે. જ્યારે ગાયના દૂધનો ભાવ કિલોફેટે રૂપિયા 810 હતા, જેના 830 કરવામાં આવ્યા છે. આ જાહેરાત સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે કરી છે.

આ મામલે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું કે, સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે, તેને કારણે સમગ્ર સુરત જિલ્લા અને તાપી જિલ્લાના ખેડૂતો ખુશ થઈ ગયા છે. ગાય અને ભેંસના કિલો ફેટના ભાવમાં રૂપિયા 20નો વધારો કરાતા કરોડો રૂપિયાનો વાર્ષિક લાભ ખેડૂતોને થશે. સુમુલ ડેરી સાથે સુરત અને તાપી જિલ્લાના કુલ 2.5 લાખ પશુપાલન કો જોડાયેલા છે. ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો થતા અંદાજે વર્ષે 70 કરોડ રૂપિયાનો ફાયદો પશુપાલકોને થવાનો છે. આજે અલગ-અલગ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં તેમજ પશુપાલન માટે પશુ આહાર તેમજ અન્ય ખર્ચાઓમાં વધારો થઈ રહ્યો છે. તેવી સ્થિતિમાં કિલો ફિટમાં રૂપિયા 20નો વધારો કરાતા દરેક પશુપાલનને આર્થિક રીતે લાભ થશે.આજથી (3 મે, 2025) 11 મહિના પહેલા પણ રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો હતો. પહેલા ભેંસના દૂધનો કિલોફેટે ભાવ 830 રૂપિયા હતો, જે વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા હતો. જ્યારે ગાયના દૂધના કિલોફેટે ભાવ 795 રૂપિયા હતો, જે વધારી 810 રૂપિયા કરવામાં આવ્યા હતો. ફેટમાં થતા ભાવવધારાને કારણે પશુપાલકોને આર્થિક રીતે ખૂબ જ રાહત થઈ જતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *