સુરતમાં ફરી એક સરકારી કર્મચારી એસીબીમાં લાંચ લેતા ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી એક સરકારી કર્મચારી એસીબીમાં લાંચ લેતા ઝડપાયો
જિલ્લા પંચાયતની સિનીયર એકાઉન્ટ ક્લાર્ક અને તેના પુત્રને ઝડપ્યા
રૂપલ ટેલરે પુત્ર જીલ ટેલર મારફતે 30 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી

સુરતમાં ફરી એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી જિલ્લા પંચાયતની સિનીયર એકાઉન્ટ ક્લાર્ક અને તેના પુત્રને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

સુરત જિલ્લા પંચાયત કચેરીની ખેતીવાડી શાખામાં ફરજ બજાવતી સિનીયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલબેન ટેલર સામે એ.સી.બી.એ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી અને અન્ય કર્મચારીઓના વર્ષ 2022 થી 2024 સુધીના ટી.એ. અને એલ.ટી.સી. બિલ પાસ કરાવવા બદલ રૂપલબેન ટેલરે લાંચની માંગણી કરી હતી. આક્ષેપ મુજબ 33 કર્મચારીઓના ટી.એ. બિલ માટે પ્રતિ કર્મચારી 1500 રૂપિયા અને 13 કર્મચારીઓના એલ.ટી.સી. બિલ માટે પ્રતિ કર્મચારી 1000 રૂપિયા પ્રમાણે કુલ 62 હજાર 500 રૂપિયાની માંગ કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે સુરત એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન રૂપલબેન ટેલરે પોતાના પુત્ર જીલ ટેલર મારફતે 30 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હતી. જાહેર રોડ ઉપર ઓમકાર હાઇટસ નજીક ઉગત ભેસાણ રોડ વિસ્તારમાં લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે બંનેને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ટ્રેપ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધડુકની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. જ્યારે મદદનીશ નિયામક આર.આર. ચૌધરીએ સુપરવિઝન કર્યું હતું. એ.સી.બી. હાલ આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *