સુરતમાં ચાઈનાથી આયાતના નામે લાખો રૂપિયાની ઠગાઈ
18 લાખથી વધુ ન આપી ઠગાઈ આચરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ
ઠગાઈ આચરનાર કૃણાલ ભોજકને ઝડપી પાડ્યો
સુરતમાં ચાઈનાથી આયાતના નામે લાખો રૂપિયા પડાવી લીધા બાદ થોડા રૂપિયા આપી 18 લાખથી વધુ નહી આપી ઠગાઈ આચરનાર ઠગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા જ સાયબર ક્રાઈમે તેની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજના લસકાણા ખાતે રહેતા સંદીપકુમાર ગોધાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓએ ચાઈનાથી ભારત માટે કાપડ આયત કરવા માટે શીપીંગ એજન્ટ તરીકે કામ કરતા અને ઉમરવાડા ખાતે અવધ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા કૃણાલ ભોજકનો સંપર્ક કર્યો હતો અને ત્યાંથી કાપડનો માલ લાવવા વિવિધ ચાર્જ પેટે 29 લાખ 43 હજારથી વધુ આપ્યા હતા જો કે ત્યાં વેપારીને રૂપિયા ન આપી કૃણાલ ભોજકએ ઠગાઈ આચરી હોય જેથી રૂપિયાની માંગણી કરતા 5 લાખ 50 હજાર રોકડ અને 5 લાખ 50 હજાર ચેકથી આપી 11 લાખ આપ્યા બાદ બાકી રહેલ 18 લાખ 43 હજારથી વધુ ન આપી ઠગાઈ આચરી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી લાખઓની ઠગાઈ આચરનાર એવા કૃણાલ ભોજકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો. જે અંગે નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈનએ વધુ માહિતી આપી હતી.
