લસકાણા વિસ્તારમાં ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ
લાખોની ચેઈન સાથે આરોપીઓ ઝડપાયા
4.93 લાખની ચેઈન સાથે , 3 આરોપી ઝડપાયા
સુરતમાં ઘણા સમયથી ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લસકાણા પોલીસે સોનાની ચેઈનની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એમબી ઝાલાની ટીમ પીએસઆઈ એનઆર પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો બલભદ્રસિંહને મળેલી બાતમીના આધારે સોનાની ચેઈનની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓ યશ અશોક બગથળીયા, સાવન કાનજી સખીયા અને હેમાંશુ વિજય રાવરાણી ને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ 4 લાખ 93 હજારથી વધુની કિંમતનો સોનાની ચેઈન કબ્જે ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
