સુરત સચીન પોલીસ મથકની હદમાં છરી મારી લુંટ

Featured Video Play Icon
Spread the love

સુરત સચીન પોલીસ મથકની હદમાં છરી મારી લુંટ
બાળ કિશોર સહિત ત્રણ લુંટારૂઓને પોલીસે ઝડપ્યા
કલ્પેશ ફુલચંદ પાટીલ અને રૂપેશ શાલીગ્રામ ઉર્ફે શીલીક મરાઠે ઝડપાયા

સુરત સચીન પોલીસ મથકની હદમાં છરી મારી લુંટ કરી ભાગી છુટેલા બાળ કિશોર સહિત ત્રણ લુંટારૂઓને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતના સચીન વિસ્તારમાં બ્રિજલાલ મદેસીયાને હોજીવાલા રોડ પર મોપેડ પર આવેલા ત્રણ ઈસમોએ છરી મારી લુંટી લીધો હોય જે અંગે સચીન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ ઈ.પોલીસ ઈન્સ્પેક્ટર જેએમ ખાંટની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને લુંટ કરી ભાગી છુટેલા બાળ કિશોર તથા કલ્પેશ ફુલચંદ પાટીલ અને રૂપેશ શાલીગ્રામ ઉર્ફે શીલીક મરાઠેને ઝડપી પાડી તેઓ પાસેથી લુંટમાં ગયેલ મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *