સુરત એસઓજીની ટીમે ડુપ્લીકેટ ઘી પકડ્યું

Featured Video Play Icon
Spread the love

સુરત એસઓજીની ટીમે ડુપ્લીકેટ ઘી પકડ્યું
સચીન જીઆઈડીસીમાંથી હજ્જારો કિલો ડુપ્લીકેટ ઘી
ભરત ગોગન પોલરા અને અમીન બાબુ વાઢવણિયાને ઝડપ્યા

સુરત એસઓજીની ટીમે ઓપરેશન શુદ્ધી અંતર્ગત સચીન જીઆઈડીસીમાંથી હજ્જારો કિલો ડુપ્લીકેટ ઘીના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા સુરતમાં ડુપ્લીકેટ ઘીનુ વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આપેલી સુચનાને લઈ એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમની ટીમ પીઆઈ એએસ સોનારાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે પીએસઆઈ એમડી હડિયાની ટીમના અહેકો જગશીભાઈ, અપોકો દેવેન્દ્રદાનને મળેલી બાતમીના આધારે સચીન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ લક્ષ્મીપાર્ક સામે પ્લોટ નંબર આઈ 33 માંથી તથા તલંગપોરમાં ગીતા નગર વિભાગ સીના પ્લોટ નંબર 79માંથી નકલી શંકાસ્પદ ઘી સાથે ભરત ગોગન પોલરા અને અમીન બાબુ વાઢવણિયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી 14 લાખ 19 હજારથી વધુની કિંમતનો ભેળસેળ યુક્ત 2 હજાર 29 કિલોગ્રામ ઘીનો જથ્તો તથા મશીનરી મળી 36 લાખ 36 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *