સુરતમાં ગ્રીન્ડર ગે ડેટીંગ એન્ડ ચેટ એપ્લીકેશનથી છેતરપિંડી
યુવાનને મળવા બોલાવી ધમકાવી 24 હજાર ઓનલાઈન પડાવી લીધા
અશ્વીન મકવાણા, પ્રયાગ મકવાણા, વિજય વાઘેલા અને અશોક વાળાને ઝડપ્યા
સુરતમાં ગ્રીન્ડર ગે ડેટીંગ એન્ડ ચેટ એપ્લીકેશન દ્વારા વાતચીત કરી યુવાનને મળવા બોલાવી ધમકાવી તેની પાસેથી 24 હજાર ઓનલાઈન પડાવી લેનાર ચારને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર પટેલની સુચનાને લઈ પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ એજી પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો વિજયસિંહ, અપોકો વાસુરભાઈ અને સંદિપભાઈએ ગ્રીન્ડગે ડેટીંગ એન્ડ ચેટ એપ્લિકેશન દ્વારા વાતચીત કરી યુવાનને મળવા બોલાવી ધમકાવી બળજબરીથી તેની પાસેથી ઓનલાઈન 24 હજાર ટ્રાન્સફર કરાવી લેનાર ચાર આરોપીઓ અશ્વીન મકવાણા, પ્રયાગ મકવાણા, વિજય વાઘેલા અને અશોક વાળાને ઝડપી પાડી ચારેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
