સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વધુ એક આગ
શ્રીરામ કાર વર્લ્ડમાં આગ લાગતા ભાગદોડ મચી
શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સિમાડા ખાતે આવેલ શ્રીરામ કાર વર્લ્ડમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.
સુરતમાં ઉનાળાની સાથે જ આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના સિમાડા ખાતે આગની ઘટના બની હતી. સિમાડા ખાતે આવેલ શ્રીરામ કાર વર્લ્ડમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો બનાવની જાણ થતા જ ફાયર કાફલો સ્થળે દોડી ગયો હતો. પુણા અને સરથાણા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર સતત પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો. તો શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.
