સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટરો

Featured Video Play Icon
Spread the love

સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટરો
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા રાજકીય માહૌલ ગરમાયો
મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા,

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગતા રાજકીય માહૌલ ગરમાયો છે.

સુરતમા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયો હોય તેમ ડિંડોલી વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ડિંડોલીના અલગ અલગ વિસ્તારો અને સર્કલ પર પોસ્ટરો લગાવી રાજકીય ચર્ચાનો માહોલ ગરમાવાયો છે. પોસ્ટરોમાં મોંઘવારી, મોંઘું શિક્ષણ, દારૂ, ડ્રગ્સ, ભ્રષ્ટાચાર અને ટ્રાફિક જામ જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખાયું છે કે આ મોંઘવારીથી હવે તો થાક્યા, આ મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા, આ ટ્રાફિક જામથી હવે તો થાક્યા. ખાસ વાત એ છે કે પોસ્ટરમાં ભાજપના પ્રતીક કમળ પર ક્રોસનું નિશાન મૂકવામાં આવ્યું છે, જે રાજકીય સંદેશ આપતું દેખાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *