સુરતની કાપોદ્રા પોલીસે 5 જેટલી રિક્ષા ડિટેઈન કરી
ટ્રાફિકને અડચણરૂપ થતા ઓટો રીક્ષા ચાલકો સામે કાર્યવાહી
ગફલત ભરી રીતે રીક્ષા હંકારતા પોલીસ દ્વારા કાર્યવાહી
સુરતની કાપોદ્રા પોલીસે ટ્રાફિકને અડચણરૂપ થતા ઓટો રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી 15 જેટલી રિક્ષા ડિટેઈન કરી હતી.
સુરતમાં ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ટ્રાફિકને અડચણરૂપ થતાં ઓટો રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરાઈ હોય તેમ કાપોદ્રા પોલીસ દ્વારા 15 ઓટો રિક્ષા ચાલકો સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરાઈ હતી. અને 15 ઓટો રિક્ષા ચાલકોની અટકાયત કરી રિક્ષા પણ ડિટેઇન કરાઈ હતી. કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા હોય છે અને કેટલાક રીક્ષા ચાલકો લોકો અને ટ્રાફિકને અડચણરૂપ થતાં હોય સાથે ગફલત ભરી રીતે રીક્ષા હંકારતા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હોવાનુ જણાવાયુ હતું.
