સુરતીઓની સુરક્ષા માટે તત્પર પોલીસનુ સન્માન
નાગરિક સમિતિ દ્વારા પોલીસ કમિશનરનું શૌર્ય સન્માન કરાયુ
પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા
સુરતીઓની સુરક્ષા માટે તત્પર રહેતી સુરત પોલીસનુ કતારગામ ખાતે નાગરિક સમિતિ દ્વારા શૌર્ય સન્માન કરાયુ હતું. આ સમયે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.
સુરતના કતારગામ ખાતે સુરત પોલીસનું શૌર્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેર નાગરિક સમિતિ દ્વારા કાયદાની જીત અને જનજીવન સુરક્ષિત તે હેતુસર આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. સુરત શહેરના અવિરત સેવા આપતા બહાદુર પોલીસ કર્મીઓને શૌર્ય સન્માન આપી તેઓનો સન્માન કરાયું હતું. તો સુરત શહેરના નાગરિક સમિતિ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેલોતનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતુ. તો આ કાર્યક્રમમાં ડીસીપી, એસીપી, પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. નાગરિક સમિતિના કાર્યકરોએ પોલીસ કમિશનરને સમર્પણ અને ઉત્તમ કામગીરીને વંદના તથા સન્માન આપવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પોલીસ શોર્ય સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને સ્થાનિક નગરજનોએ ઉપસ્થિત રહીને પોલીસના વધામણા કર્યા હતાં.
