સુરતમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસર
ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખનું નિવેદન
ટેક્સટાઇલ ઉદ્યોગને 100 ટકા મોટું નુકસાન થવાની સંભાવના

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસર સુરતના કાપડ ઉદ્યોગ પર પડશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખે એક નિવેદન આપતા જણાવ્યુ હતું.

હાલમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલાઓ શરૂ કરી દેતા યુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે જેને લઈ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર તેની સીધી અસર પડશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ નિવેદન આપતા જણાવ્યુ હતું. અને કહ્યુ હતુ કે જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100 ટકા મોટું નુકસાન થવાની સંભાવના છે. સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે. આ દેશોમાં સુરતથી મુખ્યત્વે મેન-મેડ ફાઈબર, બુર્ખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે. દુબઈ અને આરબ દેશો સુરતના કાપડ માટેના ખૂબ મોટા બજારો હોવાથી ત્યાંની અસ્થિરતાની સીધી અસર સુરત પર પડશે. વર્તમાન સ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ બાંધી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ લંબાતા ચિંતા વધી શકે છે તેમ કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *