નર્મદા જિલ્લા ખાતે જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત

Featured Video Play Icon
Spread the love

નર્મદા જિલ્લા ખાતે જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત
જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા ખાતે તાજેતરમાં જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તે અનુસંધાને આજે જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

નર્મદા જિલ્લા ખાતે તાજેતરમાં જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત બાદ મળેલી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં જંગી બહુમતી સાથે વિજય હાંસલ કરે તે માટે આજથી જ સંગઠનાત્મક કામગીરી શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યકર્તાઓને બૂથ સ્તર સુધી સક્રિયતા વધારી, ઘેર-ઘેર સંપર્ક અભિયાન હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.બેઠકમાં જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, મોરચા-પ્રકોષ્ઠના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *