સુરત : અમદાવાદમાં સોના ચાંદીના દાગીના ચોરી કરનાર આરોપી સુરતથી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત : અમદાવાદમાં સોના ચાંદીના દાગીના ચોરી કરનાર આરોપી સુરતથી ઝડપાયો
1 કરોડથી વધુના ચોરીના મુદ્દામાલ સાથે સરોલી પોલીસે આરોપીને ઝડપ્યો
સરોલી પોલીસે આરોપી પસેથી સોનાના દાગીના કબ્જે કર્યા

અમદાવાદના કાલુપુર પોલીસ મથકની હદમાં કરોડો રૂપિયાની ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોરને મુદ્દામાલ સાથે સારોલી પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતમાં તહેવારો સમયે ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા પોલીસ મેદાને છે ત્યારે સુરતની સારોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પી.આઈ. એસ.આર. વેકરીયા તથા પી.એસ.આઈ. એસ.આર. રાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હાથ ધરી હતી જેમાં અ.હે.કો. યશપાલસિંહ તથા અ.પોકો. પરેશભાઈ ની ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદના કાલુપુર પોલીસ મથકની હદમાં 1 કરોડ 19 લાખ 85 હજારથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા મુળ પશ્ચિમ બંગાળના શાહરૂખદીન કમલુદ્દીન મીરને કુંભારીયા ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી કરોડોનો ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કરી તેનો કબ્જો અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *