સુરતના ભાગલ ચાર રસ્તા પર ભારત-પાક જીતનો ઉત્સવ

Featured Video Play Icon
Spread the love

સુરતના ભાગલ ચાર રસ્તા પર ભારત-પાક જીતનો ઉત્સવ
સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

સુરતનાં ભાગળ ચાર રસ્તા પર દુબઈમાં રમાયેલ ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતનો વિજય થતા જીતનો ઉત્સવ માનવવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના આતંકીઓએ કાશ્મીરના પૂલાવામાં ધર્મ પૂછી ભારતીયોના કતલ કર્યા હતા અને ભારત દ્વારા ઉલટવારમાં ઓપરેશન સિંધુર પાર પાડી આતંકીઓનો ખાત્મો કર્યો હતો તેવામાં જ એશિયા કપમાં એક તરફે સુર ઉઠ્યો હતો કે ભારત અને પાકિસ્તાન મેચ થઈ નહિ જોયે એ જ દબાણમાં યુએઈના દુબઈમાં મેચ રમતા એશિયા કપમાં ભારતની પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી હતી અને 7 વિકેટથી પાકને ભારતે હરાવ્યું હતું. કેપ્ટન સૂર્યાના 47 રન કર્યા હતાં જ્યારે મેચ બાદ પાકિસ્તાની ટીમ રાહ જોતી રહીને ઈન્ડિયન ટીમ હાથ મિલાવ્યા વગર જતી રહી હતી. તો સુરતનાં ભાગલ ચાર રસ્તા પર પાક પર ભારતનો વિજયનો જીતનો ઉત્સવ મનાવવામાં આવતા સેંકડો લોકો એક સાથે ભાગળ પર ઉતરી આવતા સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *