ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ ગુજરાતમાં બોલાવશે ભૂકકા

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ ગુજરાતમાં બોલાવશે ભૂકકા
હવામાન વિભાગની આગાહી
આગામી 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્ય પર એકસાથે 6 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેનાપરિણામે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે.

હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત પર વરસાદ ખેંચી લાવતી કુલ 6 સિસ્ટમ સક્રિય છે. જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય એક ટ્રફ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં પણ સારો એવો વરસાદી માહોલ જળવાઈ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

આજે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલ માટે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા માછીમારોને આજે તેમજ 16 અને 17 ઓગસ્ટના રોજ દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના રહીશોને પણ સાવચેત રહેવા અપીલ કરાઈ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *