ગ્લોબલ કોલાયન્સ દ્વારા સુરતમાં આયોજિત વર્લ્ડ એજ્યુકેશન એક્સ્પો
વિદ્યાર્થીઓ અને વાલીઓને એક જ મંચ પર વિશ્વસનીય માર્ગદર્શન
વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એક જ મંચ પર વિશ્વસનીય અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે ગ્લોબલ કોલાયન્સ દ્વારા સુરતમાં વર્લ્ડ એજ્યુકેશન એક્સ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સ્પોને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.
આ એક્સ્પોમાં વિશ્વના 10 થી વધુ દેશોની 100 થી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અંગેની સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી હતી. સાથે જ 3000થી વધુ અંડરગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ અંગે વિદ્યાર્થીઓને સીધી અને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, આયરલેન્ડ, ફિનલેન્ડ, માલ્ટા, ઇટાલી અને યુએઈ સહિતના દેશોમાં અભ્યાસના વિકલ્પો અંગે એક જ જગ્યાએ માર્ગદર્શન મળતાં વિદ્યાર્થીઓને સ્પષ્ટતા મળી હતી. એક્સ્પોમાં વન-ટુ-વન કાઉન્સેલિંગ, ફ્રી પ્રોફાઇલ ઇવેલ્યુએશન, યુનિવર્સિટી અને કોર્સ સિલેક્શન તેમજ 2026 ઇન્ટેક માટેની એડમિશન પ્રક્રિયા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્લોબલ કોલાયન્સની ટીમના આશના શાહ, શ્રદ્ધા તન્ના, હોઝેફા લકડાવાલા, કાજલ ઓડેદ્રા અને નિષ્ઠા ઓબ્રોઇ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને વિદેશ અભ્યાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા.
ઉપરાંત અર્લી બર્ડ સ્કોલરશિપ, એપ્લિકેશન ફી વેવર, IELTS સાથે કે વગર એડમિશન, ડિપેન્ડન્ટ અલાઉડ અને પોસ્ટ સ્ટડી વર્ક ઓપ્શન જેવી સુવિધાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ગ્લોબલ કોલાયન્સની પ્રતિનિધિ કૃપાએ યુએઈને ઝડપી વિકસતું એજ્યુકેશન હબ ગણાવ્યું હતું, જ્યારે સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટ કૃતિ દોશી ઠક્કરે જણાવ્યું હતું કે ગ્લોબલ કોલાયન્સ છેલ્લા 17 વર્ષથી વિદેશ અભ્યાસ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે. વિદેશ અભ્યાસ માટે સ્પષ્ટ દિશા અને વિશ્વસનીય માર્ગદર્શન આપતો આ વર્લ્ડ એજ્યુકેશન એક્સ્પો સુરતના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હતો.
