ખેરવા ગામમાં પીએમ આવાસ યોજનામાં વ્યાપક ગેરરીતિ
ગ્રામ વિકાસ એજન્સી શંકાના દાયરામાં
વહીવટી તંત્રની ઘોર બેદરકારીથી ગરીબ પરિવારો મુશ્કેલીમાં
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ કે જેનો ઉદ્દેશ્ય દરેક ગરીબ પરિવારને પોતાનું પાકું ઘર આપવાનો છે, તેમાં ખેરવા ગામમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે, જેના કારણે યોજનાના અસલી લાભાર્થીઓ આજે પાયમાલ થઈ રહ્યા છે.
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નિયમ મુજબ લાભાર્થીઓને કુલ 1,70,000 ની સહાય મળવાપાત્ર છે. પરંતુ ખેરવા ગામમાં વહીવટી તંત્રની મિલીભગત અથવા બેદરકારીના કારણે અન્યાયી વહેંચણી જોવા મળી રહી છે, અધૂરી સહાય મળી છે અનેક લાભાર્થીઓને બે હપ્તા પેટે માત્ર 1,10,000 જ ચૂકવવામાં આવ્યા છે, ત્યારબાદ ત્રીજો હપ્તો અગમ્ય કારણોસર અંદાજિત 1 વર્ષથી રોકી દેવાયો છે. હપ્તામાં ભેદભાવ કરવામાં આવયો છે, અમુક લાભાર્થીઓને ત્રણ હપ્તા મળ્યા છે, પરંતુ તેમાં પણ 10,000 ની રકમ હજુ સુધી જમા કરવામાં આવી નથી. સાથેજ આવાસ યોજના 24 – 25 મજૂર થયા તેમ છતાં હપ્તા માં આટલો સમય અલગ અલગ કેમ ? જે કામગીરી સમયસર પૂર્ણ થવી જોઈએ, તેમાં ગ્રામ વિકાસ એજન્સીની સુસ્તી અને ‘વહાલા-દવલા’ની નીતિને કારણે ગરીબોના મકાનો અધૂરા લટકી રહ્યા છે. તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે ગામના જાગૃત નાગરિકો અને લાભાર્થીઓ પૂછી રહ્યા છે કે જો બજેટ ફાળવવામાં આવ્યું છે,
તો હપ્તા ચૂકવવામાં વિલંબ કેમ? શું આ નાણાકીય ગેરરીતિ પાછળ કોઈ મોટું કૌભાંડ છુપાયેલું છે? ગ્રામ વિકાસ એજન્સીની ભૂમિકા અત્યારે સંપૂર્ણપણે શંકાના દાયરામાં છે. પીડિત લાભાર્થીઓ કહે છે કે “અમને આશા હતી કે ચોમાસા પહેલા ઘર તૈયાર થઈ જશે, પણ હપ્તા ન આવતા કામ અટકી પડ્યું છે. તંત્રમાં કોઈ સાંભળનાર નથી.” – જો આગામી દિવસોમાં બાકી રહેતા હપ્તાની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા નહીં કરવામાં આવે, તો એમનું ઘર સંપુર્ણ કેવી રીતે બનશે ?અત્યારે તો ખેરવા ગામમાં આવાસ યોજનાના નામે થયેલો આ ‘ખેલ’ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે….
