પ્રાથમિક શાળાઓમાં ગુરુવારના રોજ ધોરણ 3 ની પર્યાવરણની પરીક્ષા હતી. જે પરીક્ષાના વૈકલ્પિક પ્રશ્નોમાં પૂછ્યું હતું કે સચિન તેંડુલકર કરી રમતનો ખેલાડી છે ?
પ્રશ્નના વિકલ્પમાં હોકી – કબડ્ડી – ફૂટબોલ અને ચેસ જેવી રમત બતાવાઈ હતી પરંતુ ક્રિકેટનો વિકલ્પ બતાવાયો નહતો. આમ ધોરણ 3 ની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના નીચેના વિકલ્પ ખોટા છપાયા છે કે મુકાયા હતા એ તપાસનો વિષય છે.
પાનના નંબર 3 ના પ્રશ્નનંબર 6 ના પેટા પ્રશ્ન 2 માં પુછાયેલા સચિન તેંડુલકર પ્રશ્ન ઉપરાંત પેટા પ્રશ્ન 3 માં આઉટડોર રમત કઈ છે ? જે અંગે પુછાયેલા સવાલના જવાબના વિકલ્પમાં સાપ – કેરમ અને ક્રિકેટનો વિકલ્પ 2 વાર અપાયો હતો. પ્રશ્ન પત્રમાં થયેલા છબરડાને લઇ પરીક્ષાથી વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકતા વાલીઓમાં નારાજગી સાથે શિક્ષણ પ્રણાલીને લઇ રોષ જોવા મળ્યો હતો