કમોસમી વરસાદે છઠ પૂજામાં વિધ્ન પાડ્યુ
સુરતમાં કમોસમી વરસાદથી છઠ પૂજાની તૈયારીઓ પાણીમાં ગરકાવ
તાપી કાંઠે ન આવવા અપીલ
સુરતમાં કમોસમી વરસાદને લઈ છઠ્ઠ પુજાને વિધન નડ્યુ હોય તેમ કોઝવે સહિત તાપી નદીના કિનારે પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓને તાપી કાંઠે છઠ પુજા કરવા નહી આવવા અપિલ કરાઈ હતી.
કમોસમી વરસાદે છઠ પૂજામાં વિધ્ન પાડ્યુ હતું. સુરતના કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી પર પાણી ફરી વળ્યુ હોય તેમ મંડપ અને પૂજા માટે ત્યાર કરેલ ડેરી પાણીમાં ગરકાવ થયા હતાં. 27 અને 28 ઓક્ટોબરના રોજ છઠ પૂજા નિમિત્તે તૈયારીઓ કરાઈ હતી. જે માટે સિંગણપોર વિયર કમ કોઝવે પાસે તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા કોઝવેની સપાટી વધી હતી. જેને પગલે તાપી નદી બે કાંઠે થઈ છે. છઠ પૂજા માટે કરવામાં આવેલી તૈયારી ખોરવાઈ ગઈ હતી. કારણ કે સુરતના વિયર કમ કોઝવેની રવિવારે રાતે 10 વાગ્યે સપાટી 6.82 મીટર હતી. જેથી છઠ પૂજાને લઈ ભક્તોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ બિહાર વિકાસ મંડળ અધ્યક્ષે સુરત તાપી કાંઠે છઠ પુજા કરવા આવે નહિ તેવી અપીલ કરી હતી. અને ઘરે અથવા નજીકની જગ્યાઓ પર છઠ પૂજા કરવી જણાવ્યુ હતું
