અમરેલીના કામનાથ મહાદેવ મંદિર પાસે ગાંડી વેલનો ત્રાસ
કામનાથ ડેમમાં ગાંડી વેલનો ત્રાસ,
ગાંડી વેલનો ત્રાસથી જનતા ત્રાહિમામ,
અમરેલીના કામનાથ ડેમમાં સામ્રાજ્ય જમાવનાર ગાંડી વેલને હટાવવા માટે સ્થાનિકોએ સોશ્યલ મિડીયાનો સહારો લીધો છે. કારણ કે ખુબ જ ટુંકાગાળામાં ગાંડીવેલે સામ્રાજ્ય જમાવી દીધુ છે.
અમરેલીમાં કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આવેલ કામનાથ ડેમ શહેર માટે જીવાદોરી જેવું કામ પણ કરી રહ્યો છે. ઠેબી અને વડી નદીમાંથી આવતુ પાણી મોટા પ્રમાણમાં આ ડેમમાં સંગ્રહી શકાય છે. પરંતુ આ વખતે કામનાથ ડેમ જાણે અમરેલીના લોકો માટે નકામો બની ગયો છે. ડેમનું પાણી બંધીયાર અને દુષિત બની ગયુ છે. કારણ કે તેના પર ખુબ જ ટુંકાગાળામાં ગાંડીવેલે સામ્રાજ્ય જમાવી દીધુ છે. આ વેલ હટાવી જળાશયને સ્વચ્છ કોણ બનાવશે તે મોટો પ્રશ્ન છે ત્યારે ગાંડી વેલ હટાવો, લોકોને બિમારીથી બચાવો નામનો સંદેશો આપતા લોકોએ વિરોધ કરી રહ્યા છે,. આ વેલ હટાવી જળાશયને સ્વચ્છ કોણ બનાવશે તે મોટો પ્રશ્ન છે, કામનાથ ડેમમાં ઉગેલી આ વનસ્પતિને તેની વધવાની અસાધારણ ઝડપના કારણે લોકો ગાંડીવેલ તરીકે ઓળખે છે. મોટા પાંદડાવાળી આ જાતી નાળો અથવા કુંભ કે કુંભી તરીકે પણ ઓળખાઇ છે. જે વિદેશી વનસ્પતિ છે. ગાંડાબાવળની માફત આ વનસ્પતિ પણ ફેલાયા જ કરે છે.
ગયા વર્ષે અમરેલીના કામનાથ ડેમમાં આ પ્રશ્ન જોવા મળ્યો ન હતો. ચાલુ સાલે ચોમાસા બાદ ડેમના એક ખુણામાં આ વેલની શરૂઆત થઇ હતી. કુદરતી રીતે જ આ વેલમાં આગળ વધવાની એવી ખુબી છે કે જોતજોતામાં આખા કામનાથ સરોવર પર તે છવાઇ ગઇ હતી. જેના પરિણામે ડેમની ઉપરની જળ સપાટી સંપૂર્ણપણે ઢંકાઇ ગઇ છે. આ કારણે જ અહિં ચાલુ સાલે શીયાળામાં વિદેશી પ્રવાસી પક્ષીઓ પણ આવ્યા ન હતાં. મચ્છરોનો પણ ભયંકર ઉપદ્રવ અહિં થયો છે. જળાશયના પર્યાવરણ અને પાણીને દૂષિત કરે છે ગાંડી વેલ અથવા નાળો નામની આ વનસ્પતિ જળાશયમાં કમળ, જીતેલા, શીંગોડા, લોળ, બાવચી જેવી વનસ્પતિઓને થવા દેતી નથી. માછલી, નાના જંતુ, વાણીયા વિગેરે જીવોને તે રહેવા દેતી નથી. જળાશયના પર્યાવરણને તે ખત્મ કરી નાખે છે. તેનો બધો ઓક્સીઝન આ વનસ્પતિ વાપરતી હોય અન્ય કંઇ થઇ શકતુ નથી. તેના પાન નિચે મચ્છરો પણ ખુબ ફુલે ફાલે છે જેથી શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ભય છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દી ટીવી
