અમરેલી : બગસરાના માણેકવાડા ગામે તિરંગા યાત્રાનું આયોજન

Featured Video Play Icon
Spread the love

અમરેલી : બગસરાના માણેકવાડા ગામે તિરંગા યાત્રાનું આયોજન
તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકો જોડાયા
તિરંગા યાત્રા ખુબ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવેલ

બગસરાના માણેકવાડા ગામે તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાને ધારાસભ્ય જે.વી. કાકડીયાએ પ્રસ્થાન કરાવ્યું શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકો તિરંગા યાત્રામાં જોડાયા ….

વિ.ઓ: અમરેલીના બગસરા તાલુકાના માણેકવાડા ગામે તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રશાંત ભીંડી મામલતદાર બગસરાની આગેવાની હેઠળ પ્રાથમિક શાળા માણેકવાડા ગામેથી તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયેલ સરકારશ્રી દ્વારા સ્વાતંત્ર્ય દિન ૧૫ મી ઓગષ્ટ ૨૦૨૫ સુધી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ ની થીમ પર ઉજવણી કરવાનું ભારત સરકાર તરફથી નકકી કરવામાં આવેલ. જે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, વહીવટીતંત્રના વિવિધ વિભાગોના કર્મચારીઓ, તાલુકા શહેર ભાજપના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય પણ હાજર રહેલ હતા. જયારે તિરંગા યાત્રા પ્રાથમિક શાળા માણેકવાડા થી શરૂ થઈ રામજી મંદિર શંકર મંદિર ગ્રામ પંચાયત થઈ પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ થયેલ હતી.આ યાત્રામાં મોટી સંખ્યા માં લોકોએ હાજરી આપેલ હતી અને દેશની આન બાન અને સાન ગણાતા તિરંગા યાત્રા ખુબ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવેલ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *