વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

Featured Video Play Icon
Spread the love

વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
સઘન ચેકિંગ બાદ કોઈ વાંધાજનક વસ્તુ નહી મળતાં રાહત
ડિસ્ટ્રિક્ટ જજને ધમકીભર્યો મેલ આવ્યો હતો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે 7 જુલાઇના સવારે એક મોટી ઘટના સામે આવી હતી, જ્યાં વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીના પગલે તાત્કાલિક અસરથી કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક વિગતો મુજબ વહેલી સવારે ઈમેલ દ્વારા RDX બોમ્બની ધમકી મળ્યા બાદ સમગ્ર કોર્ટ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળતાની સાથે જ તાત્કાલિક અસરથી કોર્ટનું જૂનું બિલ્ડીંગ સહિત સમગ્ર સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને વકીલો, અસીલો તેમજ અન્ય લોકોને બહાર કાઢી દેવાયા હતા. તાત્કાલિક ધોરણે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિત એલસીબી અને એસઓજી જેવી સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કોર્ટ સંકુલની ત્રણેય ઈમારત સહિત સમગ્ર વિસ્તારમાં લગભગ એક કલાક સુધી સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

5 જુલાઇએ વડોદરામાં પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી હોટલ લોર્ડ્સ રિવાઇવલને RDX થી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. આ અંગે હોટલ મેનેજર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ DCP ઝૂલી કોઠીયા સહિત સયાજીગંજ પોલીસ અને બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા હોટલ ખાલી કરાવામાં આવી રહી હતી અને હોટલના તમામ 48 રૂમની પોલીસે તપાસ શરૂ કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *