અમરેલીના માલકનેશમાં યુવકની હત્યા

Featured Video Play Icon
Spread the love

અમરેલીના માલકનેશમાં યુવકની હત્યા
30 વર્ષીય મેહુલ સોલંકીને 10 જેટલા છરીના ઘા મારી હત્યા કરી
અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણોસર હત્યા કરી
એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામમાં યુવકની હત્યાના બનાવે ચકચાર મચાવી છે. મેહુલ પૂંજાભાઈ સોલંકી (ઉંમર 30)ની અજાણ્યા શખ્સોએ છરી વડે હત્યા કરી નાખી છે. આરોપીઓએ યુવકના શરીર પર 10 જેટલા છરીના ઘા ઝીંક્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. ખાંભા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે હત્યાનો ગુનો નોંધવામાં આવશે. એએસપી જયવીર ગઢવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસની કામગીરી શરૂ કરી હતી. પોલીસે આરોપીઓને શોધવા માટે લોકેશન મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. હત્યાનું કારણ જાણવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. એએસપી ગઢવીએ જણાવ્યું કે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસ કાર્યરત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *