જુનાગઢમાં લગ્નના 25 દિવસમાં 5 મિનિટનો વીડિયો બનાવી યુવકનો આપઘાત
ચાંદની અને એના મામાએ મારી જિંદગી બગાડી,
સજા નહીં મળે ત્યા સુધી મારી આત્મા ભટકશે
જૂનાગઢમાં લગ્નના 25 દિવસમાં જ એક યુવકે દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે. લગ્નના થોડા દિવસોમાં તેની પત્ની પિયરમાં ચાલી ગયા બાદ મનાવવા છતાં પાછી આવી ન હતી અને યુવકને ઘર જમાઈ બનવા માટે દબાણ કરતી હતી. જેથી યુવકને આ પગલું ભર્યું હતું. યુવકે સુસાઈડ નોટ લખી હતી અને એક વીડિયો બનાવ્યો છે
જૂનાગઢમાં પિયુષ ગોહિલે પોતાના જીવનનો અંત લાવતા પહેલા પાંચ મિનિટનો વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવકે પોતાની પત્ની અને પત્નીના મામા વિજય દુર્લભજીભાઈ સોલંકી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. વીડિયોમાં પિયુષે જણાવ્યું હતું કે, તેણે એક મોટું પગલું ભર્યું છે અને તે માટે કોઈ જવાબદાર છે, તો તે છે તેની પત્ની અને તેનો મામો. રડતા રડતા યુવકે પોતાની આપવીતી જણાવી હતી. યુવકે જણાવ્યું કે, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. લગ્નના થોડા દિવસમાં જ આ છોકરીએ મારી જિંદગી બગાડી છે. ‘આ છોકરીએ અને એના મામાએ મારી જિંદગી બગાડી છે એને સજા નહીં મળે ત્યા સુધી મારી આત્મા ભટકશે. પોલીસે સુસાઈડ નોટ અને વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.
પરિવારજનોને અપીલ કરી છે કે, એ પત્ર પોલીસ સ્ટેશન સુધી પહોંચાડે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય. પિયુષે વીડિયોમાં તેના માતા-પિતાને કહ્યું કે, મમ્મી, પપ્પા, તમે આડા અવળું કોઈ પગલું ન ભરતા. હવે નાનો ભાઈ જ તમારું આખું જીવનભર ધ્યાન રાખશે. પિયુષે સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં પણ તેણે આવા જ આક્ષેપો કર્યાં છે. આ સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વીડિયો અને સુસાઈડ નોટ કબ્જામાં લઈને તપાસ શરૂ કરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી