સોનગઢમાં બરફ ફેક્ટ્રીમાં ગેસ નો પાઈપ ફાટતા ભગદોડ મચી.
આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડ્યો
સોનગઢના દુર્ગા આર્કિટેક બિલ્ડિંગ સામે બરફ ફેક્ટ્રીમાં ગેસ નો પાઈપ ફાટતા ભગદોડ મચી.
સોનગઢ ના દુર્ગા આર્કિટેક બિલ્ડિંગ ના સામે બરફ ફેક્ટ્રી માં ઠંડક ના ગેસ નો પાઈપ ફાટતા જગજાર મચી હતી જ્યાં સવારે 7:30 થી 8 ની વાગ્યાના ગાળા માં ગેસ નો પાઈપ ફાટતા સવારે ગેસ હવામાં ફેલાયો હતો જ્યાં ઝેરી ગેસ હવામાં ફેલાયો હતો જેથી આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને આસપાસ ના સોસાયટી માં હફડાતપડી ફેલાય હતી અને લોકો મોડા પર રૂમાલ રાખી શરીર માં ઝેરી ગેસ જતાં અટકાવતા હતા .આમ ફેક્ટરી ના જવાબદાર માણસ ને જાણ થતા ગેસ ના બધા વાલ બંધ કરાયા હતા ને તે સમયે નગરપાલિકા ના ફાયર વિભાગ ના લોકો વેન સાથે પહોંચ્યા હતા પરંતુ વધારે વરસાદ હોવાથી જતા રહ્યા હતા અને શું મોટી દુર્ઘટના થઇ જાતે તો જવાબદાર કોણ આટલા માણસો નો કેમ ત્યાં મૌત ના સકંજા માં મૂકીને ફાયર વિભાગ ઊભા જતા રહ્યા ? શું 2000 અદજીત માણસો નો જીવ જોખમ માં મૂક્વુ તે કેટલું જોગ્ય ?….